જાહેર ક્ષેત્રોની બેંકોના ખાનગીકરણ માટે કેન્દ્ર સરકાર બે સુધારા ખરડા રજૂ કરશે

0

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ બનાવવા સરકાર આ વર્ષના અંત સુધીમાં બે સુધારા ખરડા રજૂ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેકિંગ કંપનીસ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ, ૧૯૭૦ તેમજ બેંકિંગ કંપનીકિ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ, ૧૯૮૦માં સુધારા કરવાની જરૂર છે. આ કાયદાને કારણે બે તબક્કામાં બેંકોનું ખાનગીકરણ થઈ શકશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે બેંકોનો ખાનગીકરણ માટે આ કાયદાની જાેગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર છે. આ સુધારા ખરડા સંસદના ચોમાસુ સત્રમાં અથવા ત્યાર બાદ વરસના અંતે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું. હાલ ચાલી રહેલા સંસદના બજેટ સત્રમાં નાણાં ખરડા ૨૦૨૧, સપ્લીમેન્ટરી ડિમાન્ડ્‌સ ફોર ગ્રાન્ટ્‌સ ફોર ૨૦૨૦-૨૧ અને સંબંધિત એપ્રોપ્રિયેશન બિલ, નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ બિલ ૨૦૨૧, ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ સહિત જુદા જુદા ૩૮ ખરડા રજૂ કરવામાં આવવાના છે. અગાઉ, આ મહિનામાં બજેટ ૨૦૨૧-૨૨ રજૂ કરતા નાણાં પ્રધાન ર્નિમલા સિતારમણે રૂા.૧.૭૫ લાખ કરોડ એકઠાં કરવા ડિસઈન્વેસ્ટમેન્ટની ઝુંબેશના ભાગરૂપ જાહેરક્ષેત્રની બેંકોનાં ખાનગીકરણની જાહેરાત કરી હતી. બજેટમાં જાહેર કરવામાં આવેલી બેંકોના ખાનગીકરણની યોજનાનો અમલ કરવા સરકાર આરબીઆઈ સાથે મળીને કામ કરશે, એમ નાણાં પ્રધાને કહ્યું હતું. સરકારે ગયા વર્ષે જાહેર ક્ષેત્રની ૧૦ બેંકને ચાર બેંકમાં એકીકૃત કરી હતી જેને પગલે જાહેરક્ષેત્રની બેંકોની કુલ સંખ્યા ર૭થી ઘટીને ૧ર થઈ ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!