પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં તેલ અને ગેસ સેક્ટરની કેટલીક પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીક પરિયોજનાઓની આધારશિલા પણ રાખી જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ રામનાથપુરમ-તુતુકુડી પ્રાકૃતિક ગેસ પરિયોજના અને મનાલી સ્થિત ચેન્નઈ પેટ્રોલિયમ નિગમ લિમિટેડના ગેસોલિન જીવાણુ નાશકક્રિયા (પ્રદૂષણને ઓછુ કરવા માટે અશ્મિભૂત ઇંધણને ડિઓડોરાઇઝ કરવું) એકમને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ નાગપટ્ટિનમમાં કાવેરી બેસિન રિફાઇનરીની આધારશિલા પણ રાખી. આધારશિલાને રાખ્યા બાદ પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા કહ્યું કે, ભારત ઉર્જાની વધતી માંગને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યું છે. ભારત ઉર્જા આયાત ઉપર ર્નિભરતાને ઓછી કરી રહ્યું છે. આપણે પોતાના આયાત સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હું કોઇને ગુનેગાર નથી ગણાવવા માંગતો પરંતુ આ કામ જાે પહેલા થઇ ગયું હતો તો દેશના મધ્યમ વર્ગના લોકો ઉપર બોજ ન પડત. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦માં આપણે રિફાઇનિંગ ક્ષમતામાં વિશ્વમાં ચોથા સ્થાને હતા. ૬૫.૨ મિનિયન ટનના અંદાજિત પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી. આજે ભારતની ગેસ અને તેલ કંપનીઓ ૨૭ દેશોમાં કામ કરી રહી છે, જેમાંથી ૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ભારત હવે ખેડૂતલે અને ગ્રાહકોની મદદ માટે ઇથેનોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આપણે તમામ લોકો પાસેથી સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રણી બનવાનો આગ્રહ કરી રહ્યા છે અને જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેથી લોકોના જીવનને ઉપયોગી અને સરળ બનાવી શકાય. ઉર્જાના સ્વસ્છ અને હરિત સ્ત્રોતલેની દિશામાં કામ કરવું આપણુ સામૂહિક કર્તવ્ય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews