ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા દરેક પક્ષે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ઈવીએમ વિશ્વસનીય હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો સાથે વીવીપેટની અમલવારી શક્ય નહીં હોવાની વાત પણ સોગંદનામામાં કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે. આ સોંગદનામામાં ઈફસ્ વિશ્વસનિય હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો સાથે ફફઁછ્ની અમલવારી શક્ય નહીં હોવાની વાત પણ સોગંદનામામાં કરાઈ છે. ફફઁછ્ માટે ચૂંટણી પંચે કહ્યું કે, તેની અમલવારી માટે રાજ્ય સરકારે નિયમ બનાવેલો હોવો જાેઇએ. તો સાથે બેલેટ પેપરથી ચૂંટણી માટેની અરજી ઉપર પંચની રજૂઆત છે કે, બેલેટ પેપર સાથે છેડછાડ થઇ શકે પણ ઈફસ્માં નહીં. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જુદા-જુદા દિવસે મતદાન યોજવા મામલે પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટની સમક્ષ આ કેસ આવ્યા બાદ ચુકાદો અનામત રખાયો છે. જે મામલે હાઈકોર્ટમાં ચૂંટણીપંચે રજૂઆત કરી છે કે, વર્ષ ૨૦૦૫થી મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓનું કાઉન્ટિંગ અલગ જ રાખવામાં આવે છે. એક જ દિવસે મત ગણતરી રાખવાથી વધુ સ્ટાફની જરૂર પડતી હોય છે. સાથે ચૂંટણીપંચે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, અધિકારીઓ દરેક સ્થળે પહોંચી શકતા નથી. કોવિડના કારણે એક રૂમમાં ૧૪ના બદલે ૭ ટેબલ રાખી શકાય છે. કાઉન્ટિંગ અલગથી રાખવાથી કોઇ નુકસાન નથી. તો પંચે કહ્યું કે, અરજદારે આ મામલે, કોઈ પુરાવા આપ્યા નથી. રાજકીય હેતુથી અરજી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews