વસંત પંચમીનાં શુભ અવસર નિમિત્તે દ્વારકાનાં ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિર, દ્વારકા ખાતે યોજાયેલ પ૧મો સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયેલ હતો. આ સાથે યજ્ઞોપવિતત સંસ્કાર તેમજ ચોૈલકર્મનાં ઉત્સવો પણ યોજાઈ ગયેલ હતા. કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ગુગ્ગળી બ્રહ્મસમાજનાં ૧૮ નવદંપતી લગ્નગ્રંથીથી જાેડાયેલ તેમજ ૧૯ જેટલા બટુકોનાં ચોૈલ સંસ્કાર તથા ૩૮ શ્રવણોએ યજ્ઞોપવિત ધારણ કરેલ હતા. ગુગ્ગળી બ્રહ્મસમાજ દ્વારા લગભગ દર વર્ષે સમાજનાં જ્ઞાતિજનોનો સમૂહ લગ્નોત્સવ શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર અને ધર્મભાવના સાથે યોજાય છે જેમાં સમાજનાં જ્ઞાતિજનો હોંશભેર સંમલીત થાય છે. આ લગ્નોત્સવમાં સંતો-મહંતો તથા શહેરની સામાજીક, ધાર્મિક સંસ્થાનાં વડાઓ આર્શિવચન પાઠવવા માટે ઉપસ્થિત રહેલ હતા.
આ ઉપરાંત શહેરનાં રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલ હતા. સમુહ લગ્નોત્સવ દરમ્યાન ભોજન સમારંભનાં મુખ્ય યજમાન તરીકે કાંકરેજનાં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ(મકતુપુર) વાતમા પરિવાર તથા અંબાબેન બાબુભાઈ દેસાઈએ સહયોગ આપેલ હતો. તેમજ બાનલેબ, રાજકોટ વાળા નટુભાઈ ડાયાભાઈ ઉકાણી તથા મોૈલેષભાઈ ડાયાભાઈ ઉકાણી તરફથી પણ આર્થિક સહયોગ સાંપડેલ છે. આ સર્વે દાતાઓનો જ્ઞાતિનાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ હ્ય્દયપૂર્વક આભાર વ્યકત કરેલ હતો. જયારે રૂકમિણી માતાનાં લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા અને લગ્નવિધિથી જાેડાયા હતા ત્યારે ભગવાન દ્વારકાધીશ રાજા અને રૂકમિણી માતાએ જેવા લગ્ન કર્યા તેવા જ લગ્નની પરંપરા અહી આ સમાજે જાળવી રાખી છે. જેમાં ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિનાં યુવાન વરરાજા ઠાઠમાઠ થઈ ભગવાન રાજાધિરાજનાં શ્રૃંગાર સાથે અને કન્યા સામાન્ય શ્રૃંગાર સાથે એટલે કે રૂકમિણી માતાનાં સ્વરૂપમાં સાદી રીતે તૈયાર થયેલ જાેવા મળેલ. સમગ્ર સમુહ લગ્નોત્સવનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુગ્ગળી જ્ઞાતિનાં પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત, ઉપપ્રમુખ જગદીપભાઈ મીન, મંત્રી યજ્ઞેશભાઈ ઠાકર, સહમંત્રી નારાયણભાઈ વાયડા તેમજ કારોબારી સદસ્ય શરદ નિરંજનભાઈ વ્યાસ સહિત સર્વે સદસ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews