કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં શાળા-કોલેજાે બંધ રહ્યા બાદ કોરોનાના કેસો ઘટવાને પગલે જાન્યુઆરી માસથી તબક્કાવાર શાળા-કોલેજાેના વિવિધ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ શાળાઓ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાતા હવે આજ તા.૧૮ ફેબ્રુઆરીથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગો ફરીથી કાર્યરત થયા છે. કોરોના ગાઈડલાઈનના કડક અમલ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ ૬ થી ૮ની શાળા શરૂ થવા જઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક અને સેનેટાઈઝર સાથે પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકારે અગાઉ ધોરણ ૧૦, ૧૧, ૧૨ના વર્ગો શરૂ કર્યા છે. બીજી તરફ સરકાર તબક્કાવાર સ્કૂલો શરૂ કરી રહી છે અને ઉલ્લેખનીય છે કે શાળા પણ તમામ પ્રકારની ગાઈડલાઈન અને નિયમનો પાલન કરીને વર્ગો શરૂ કરી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ સાથે બાળકોને ક્લાસમાં બેસાડવામાં આવશે, શાળાએ આવતા બાળકોને સેનેટાઇઝ કરી માસ્ક આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૬થી ૮ના વર્ગોમાં પણ બાળકોની હાજરી ફરજિયાત રખાઈ નથી. જે બાળક આવવા ન ઈચ્છે તેમના માટે ઓનલાઈન શિક્ષણ ચાલું રાખવામાં આવશે. બાળકોના શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ ફરજિયાત રાખવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews