Wednesday, October 27

જૂનાગઢ : ગિરનાર અંબાજી મંદિર ખાતે પટેલ પરિવાર દ્વારા કુંભકર્ણ થાળ ધરાવાયો

0

જૂનાગઢમાં ગિરનાર ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિરે જૂનાગઢના પટેલ રેસ્ટોરન્ટવાળા સ્વ. ઓધવજી ભાઈ પટેલના પરિવાર દ્વારા માતાજીને કુંભકર્ણ થાળ ધરાવાયો હતો. પટેલ પરિવાર રોપવે દ્વારા વાજતે ગાજતે થાળ લઇને ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરે આવી પહોંચ્યા હતા ત્યારે મહંત તનસુખગીરીબાપૂએ થાળ લઈને આવેલા પટેલ પરિવારને માતાજીના દર્શન, પુજા, અર્ચન કરાવી રૂડા આશીર્વાદ આપ્યા હતાં અને ભોગ લગાવ્યા બાદ ભાવિકોને ભોજન પ્રસાદ અપાયો હતો. પટેલ પરિવારના વિનુભાઇ, શંતિલાલભાઈ, ભરતભાઇએ તૈયાર કરેલ થાળ પહેલાં માતાજીને ધર્યા બાદ ઉપસ્થિત ભાવિકોને ભોજન કરાવાયું હતું અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!