વિસાવદર તાલુકાના લાલપુર ગામે થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી જિલ્લાના તમામ થાણા અમલદારોને વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના અપાઈ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયા (રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર જી. જૂનાગઢ)નું નામ ખુલી ગયા બાદ છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ હતો જેની અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળતો નહોતો અને પોતાની ધરપકડ ટાળવા પોલીસ પક્કડથી દૂર હતો. ઉપરાંત, તાજેતરમાં પણ અમરેલી પોલીસમાં પકડાયા બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલ હોય અમરેલી જિલ્લામાં પણ વોન્ટેડ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજાને મળેલ બાતમી આધારે માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી.આંબલિયા તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે વિસાવદર પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ ફરાર આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયાને માળિયા તાલુકાના આછીદ્રા ખાતેથી ગામલોકોના સહકારથી પકડી પાડી વિસાવદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયા છેલ્લા દોઢેક વર્ષથી ઘરફોડ ચોરીના એક ગુન્હામાં ફરાર વોન્ટેડ હતો જે ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા સ્ટાફના એમ.જી.અખેડ, પી.બી. હુણ, આર.જે. સીસોદીયા, અવિનાશ, નરેન્દ્રભાઈ, હેમંતભાઈ, હિતેશભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયાની સઘન પુછપરછ કરવામાં આવતા, આરોપી દ્વારા પોતે વિસાવદર તાલુકાના લાલપુર ગામે પોતાના ગામના જ મિત્રો અમિત ખાંટ અને પ્રકાશ ખાંટ સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરતા, વિસાવદર પોલીસ ટીમ દ્વારા આરોપીઓ અમિત ઉર્ફે જગદીશ ઉકાભાઈ પાટડીયા (જાતે ખાંટ ઉવ. ૩૦ રહે. ભટ્ટ વાવડી તા. વિસાવદર જી. જૂનાગઢ) તથા પ્રકાશ કનુભાઈ પાટડીયા (જાતે ખાંટ ઉવ. ૨૮ રહે. ભટ્ટ વાવડી, તા. વિસાવદર જી. જૂનાગઢ)ને પણ પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે. વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી અર્જુન પોપટભાઈ ગાગિયાની વધુ પૂછપરછ કરવામાં આવતા આ ઘરફોડ ચોરી ઉપરાંત ધારી તાલુકાના મોણવેલ ગામેથી એક મોટર સાયકલ ચોરી, બગસરા તાલુકાના લૂંધિયા ગામેથી એક મકાનમાંથી ઘરફોડ ચોરી અને અમરેલી ખાતે બગસરા પોલીસના જાપ્તામાંથી નાસી જવાનો એક ગુન્હા સહિત કુલ ૪ ગુન્હાઓની કબૂલાત કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે
કેમ ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? આ પહેલા કેટલી વાર ધરપકડ કરવામાં આવેલ છે ? ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો મુદ્દામાલ કયાં રાખવામાં આવેલ છે ? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!