છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જાેઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આજે ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમો આવનારી મેચને અનુલક્ષીને નેટ પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહી છે. આગામી ૨૪ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તો સાથે ્-૨૦ ક્રિકેટ મેચમાં ખેલ રસિકોને ઇંગ્લેન્ડ અને ભારતની ધૂંઆધાર બેટિંગનો નજારો પણ જાેવા મળશે. ક્રિકેટ ટીમોની નેટ પ્રેક્ટિસને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા ખાસ સુરક્ષાના પ્રબંધ કરવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન ૨૦ તારીખથી ટિકિટનું ઓફલાઈન વેંચાણ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ ઉપરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેંચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જાે ટિકિટનો સ્ટોક હશે તો ૨૪મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews