પ્રતિવર્ષ પુજય કાગબાપુની પાવન ભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ) ફાગણ સુદ ચોથના દિવસે પુજય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં ‘કાગના ફળિયે કાગની વાતું’, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. ચાલુ વર્ષ પૂજય કાગબાપુની ૪૪ મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ
તા. ૧૭-૦૩-૨૦૨૧ના બપોરે ૩ થી સાંજના ૬ સુધી પુ. મોરારીબાપુના સાનિધ્યમાં ‘કાગ ના ફળિયે કાગની વાતું’ વિષય અંતર્ગત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને શાહબૂદીનભાઈ રાઠોડનું વકતવ્ય પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય, સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સાંભળશે. રાત્રીના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે ૯ કલાકે પુ. મોરારીબાપુના હસ્તે પ્રતિવર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષે સ્વ. ગીગાભાઈ બારોટ( ડોળીયા), સ્વ. મનુભાઈ ગઢવી(મુંબઇ ), સંશોધનના સંદર્ભમાં બળવંતભાઈ જાની(રાજકોટ ), લોકસાહિત્યના પ્રસ્તુતકર્તા શ્રેણીનો એવોર્ડ યોગેશભાઈ ગઢવી(બોક્ષા), સ્ટેજ કાર્યક્રમમાં શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર) તથા રાજસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ નાહરસિંહ જસોલ (તેમાવાસ) ને આ વર્ષનાં કવિ કાગ એવોર્ડ અર્પણ થશે. એવોર્ડ અર્પણ કરાયા બાદ પુ.મોરારીબાપુનું પ્રાસંગિક વકતવ્ય યોજાશે. રાત્રીના ૧૦ કલાકે કાગવાણીની પ્રસ્તુતિ થશે. આ પ્રસંગે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિકોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે. ઉપસ્થિત રહેનાર સૌ એ સરકારે જાહેર કરેલ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews