જેતપુરના પેઢલાની સીમમાં જુગારધામ ઝડપાયું : છ શખ્સોની ૨.૨૯ લાખનાં મુદ્દામાલ સાથે અટક

0

રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ગાંડુ ભાઈ ધનજીભાઈ લાડાણી, જયેશભાઈ વસંતભાઈ જયસ્વાલ, ભરતભાઈ કેશુભાઈ માલવિયા, હરિભાઈ રવજીભાઈ ધામી, અતુલભાઇ મનુભાઈ કોઠારી સહિતનાઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ ૧.૨૦ લાખની રોકડ સાથે ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!