ઐશ્વર્યમૂર્તિ સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીની આજે ૨૪૦મી જન્મજયંતી

0

‘‘અનુપ ઇડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્યઅ ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઊપન્યા ભક્ત સકામ
યોગી પૂર્વજન્મના જેને વા’લા સંગે અતિવા’લ, પ્રભુ સંગાથે પ્રકટ્યા ખરા ભક્ત નામ ખુશાલ ાા
મુમુક્ષુજીવોના ભૂતપ્રેતાદિક કષ્ટોને નષ્ટ કરવા સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ (હનુમાનજીમંદિર)ની સ્થાપના કરનાર યોગીરાજ ગોપાળાનંદસ્વામી એક સિધ્ધ પુરૂષ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીને અક્ષરમૂર્તિ તરીકે લેખવામાં આવ્યા છે. શ્રીજીમહારાજના સાનિધ્યને કારણે સદ્‌ગુરૂ ગોપાળાનંદ સ્વામીનો મહિમા ખૂબ વિસ્તર્યો છે, સદ્‌ગુરૂ ગોપાળાનંદ સ્વામીની જન્મજયંતી આજે દરેક મંદિરોમાં ભાવપૂર્વક ઉજવાય છે. સ્વામીનો જન્મ ઇડરના ટોરડા ગામે વિ.સં. ૧૮૩૭ના મહાસુદ-૮ને સોમવારના રોજ થયો હતો. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતું અને તેઓ ઔદિચ્ય બ્રહ્માણ કૂળના હતા. સ્વામી બાળપણથી જ તેજસ્વી અને ઐશ્વર્યયુક્ત હતા.! તેમણેયોગવિદ્યાનો પણ ગહન અભ્યાસ કર્યો હતો અને તેમાં સિધ્ધિ મેળવી હતી. સમાધિમાં અતિ નિપૂણતા જાેઇ લોકો તેમને યોગીરાજ કહીને સંબોધતા હતા. સદગુરૂ ગોપાળાનંદ સ્વામની અકષ્ટાંગ યોગી અને સિધ્ધપુરૂષ તરીકે પણ ગણના થતી હતી. શ્રીજીમહારાજના શિષ્ય બન્યા પછી સ્વામીને ગઢપુર ખાતે મહારાજે વિ.સં.૧૮૬૪ના રોજ દીક્ષા આપી હતી. ગોપાળાનંદ સ્વામી એવું નામકરણ થયું હતું. શ્રીજીમહારાજે ગઢડા ખાતે બંને દેશની ગાદીના આચાર્યો તથા સત્સંગની જવાબદારી સદગુરૂ ગોપાળાનંદ સ્વામીને સુપરત કરી વિ.સં.૧૮૮૬ના જયેષ્ઠ સુદી-૧૦ના રોજ પોતાના શરીરને પંચભૂતમાં વિલીન કરી સ્વધામ ગયા હતા. મહારાજ સ્વધામ ગયા પછી સંપ્રદાયનું સુકાન સ્વામીએ સંભાળ્યું હતું. સ્વામીએ સંપ્રદાય માટે સંસ્કૃતના ૧૯ તથા પ્રાકૃતના ૭ ગ્રંથોની રચનાઓ કરી હતી. સ્વામીએ ૨૨ વર્ષ પ્રયત્ન સત્સંગ સંવર્ધનનું કાર્ય કરી વિ.સં.૧૯૦૮ના વૈશાખ વદી-૪ના રોજ વડતાલ ખાતે અક્ષરવાસી થયા હતા અને તેમના અંતિમસંસ્કાર વડતાલ જ્ઞાનબાગની જગ્યામાં થયા હતા. સદગુરૂ ગોપાળાનંદ સ્વામીની આજે ૨૪૦મી જન્મજયંતી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાંં પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા), પ.પૂ. કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી, પૂજારી સ્વામી વિગેરે સંતમંડળ દ્વારા ગોપાળાનંદ સ્વામીનું વિશેષ પૂજન સવારે ૬ઃ૦૦ વાગ્યે શણગાર, આરતી સવારે ૭ઃ૦૦ વાગ્યે કરવામાં આવી હતી તથા મંદિરની યજ્ઞશામા મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!