ગીધ પક્ષી પર્યાવરણ માટે ખુબ જ જરૂરી છે અને ચિંતાજનક રીતે ગીધની વસ્તી ખુબ જ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મુકીને સૌરાષ્ટ્રમાં વસ્તા ગીધ અને યાયાવર ગીધોને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે તે અંતર્ગત વધુ બે હિમાલીયન ગ્રીફ્ન ગીધ ઉપર સફળ ટેગિંગ કરાયું છે. પર્યાવરણને બચાવવામાં સૌથી મોટી અને અગત્યની ભૂમિકા હોય તો એ ગીધ પક્ષીની છે કારણ કે ગીધ પક્ષીએ પર્યાવરણના સફાઈ કામદારો છે. પરંતુ ગીધની વસ્તી ચિંતાજનક રીતે સતત ઘટી રહી છે અને તેને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સંરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મુકીને સૌરાષ્ટ્રમાં વસ્તા ત્રણ પ્રજાતિના અને યાયાવર ગીધને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત શિયાળાની ઋતુમાં બહારથી આવતા બે ગીધો પૈકી એક હિમાલીયન ગ્રીફ્ન ગીધનું સાસણ ગીર ખાતે સફળતાપુર્વક ટેગિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ બે સફેદ પીઠ ધારી ગીધ, ત્રણ ગિરનારી ગીધ અને એક રાજ ગીધ એમ કુલ ૬ ગીધને ટેગિંગ કરવામાં આવ્યા હતા અને હવે ખાસ શિયાળાની ઋતુમાં જ પરદેશથી આવતા ગીધ ઉપર ટેગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં હવે યુરેસીયન ગ્રીફ્ન અને ઈજીપ્તીયન ગીધ ઉપર ટેગિંગ કરવામાં આવનાર છે. આ ટેગિંગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, ખોરાકના સ્થળો, પ્રવાસના માર્ગો, ચોક્કસ ઉંચાઈઓ, રાતવાસાના અને પ્રજનનના સ્થળો તેમજ તેના વ્યાપ વિસ્તાર અંગેની ઊંડાણપૂર્વકની અને વૈજ્ઞાનિક માહિતી મળશે જે મહત્વની સાબિત થઈ શકે છે. આ ટેગ ખાસ પ્રકારના છે જે પક્ષીઓના આકારના પ્રમાણમાં તેની ડીઝાઇન બનાવવામાં આવી છે, પક્ષીઓના વજનના પ્રમાણમાં ટેગનો વજન રાખવામાં આવે છે જેનાથી તે સફળતાપુર્વક ઉડાન ભરી શકે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews