Wednesday, September 29

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં સ્વસ્થ આરોગ્ય માટે સવા લાખ મહા મૃત્યુંજય જાપ કરતાં જૂનાગઢનાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત

0

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સંતો-મહંતોએ પ્રાર્થના કરી છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરા જૂનાગઢના સાનિધ્યમાં આવેલી જગ્યાના મહંત રામાનંદબાપુ દ્વારા મહા મહિનાની નવરાત્રિની સાતમના દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈ સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરે અને દીર્ઘ આયુષ્ય રહે તે માટે શ્રી ઇન્દ્રેશ્રવર મહાદેવના સાનિધ્યમાં સવા લાખ મહા મૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના ચણાકા ખાતેના કુલદેવી શ્રી માં અંબાજીને પૂજન અર્ચન અભિષેક કરી સારૂ સ્વાસ્થ્ય અને ર્દિઘ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરેલ છે. આ પ્રસંગે આચાર્ય ચેતનભાઇ શુક્લ દ્વારા શાસ્ત્રોકત વિધી વિધાન કરાવવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!