જૂનાગઢ મનપાની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસની કવાયત, કડક બંદોબસ્ત

0

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧૫ ની પેટાચૂંટણી અન્વયે આવતીકાલે મતદાન છે. વોર્ડ નં. ૧૫ના આંબેડકરનગર, ધરારનગર, મેઘાણી નગર, પંચેશ્વર, ખાડિયા, દાતાર રોડ, સહિતના વિસ્તારમાં બંદોબસ્ત સઘન બનાવી લોકો ર્નિભય પણે ચૂંટણીના લોકપર્વમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર સહિતના અધિકારીઓ તથા વિશાળ કાફલા સાથે રોજે રોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે તેમજ જૂનાગઢ શહેરની પેટાચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં આ વખતે મતદાન કરવા આવતા લોકોને ચેક કરી પીધેલા મળી આવતા લોકોને પકડવા એક ખાસ મોબાઈલ રાખી પીએસઆઇ સહિતના કાફલાને તૈનાત કરવામાં આવેલ છે. પેટા ચૂંટણીમાં મતદાન કરવા કેફી પીણું પી ને આવતા લોકોને પકડી પાડવાના નવતર પ્રયોગ આધારે મતદાન મથક ઉપર ચેકીંગ કરી પીધેલા લોકોને આ મોબાઈલ પોલીસ દ્વારા પકડી, પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ મોબાઈલના પોલીસ સ્ટાફ પાસે બ્રેથ એનેલાઇઝર પણ રાખવામાં આવશે અને તેના દ્વારા શંકાસ્પદ મતદારોની તપાસ કરી કેફી પીણું પીધેલા પકડવા પણ કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ પોલીસના આ નવતર અભિગમના કારણે દારૂ પી ને મતદાન કરવા આવતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયેલ છે. કોરોના વાયરસના સંક્રમણને ખાળવા પણ પેટાચૂંટણી દરમ્યાન ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મતદાન મથકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા તમામ મતદારોએ કાળજી રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માસ્ક વગર આવતા મતદારોને માસ્ક અવશ્ય પહેરવા તેમજ મતદાન કરવા આવતા લોકોને લાઈનમાં ઉભા રહેતી વખતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ હિમાયત કરવામાં આવેલ છે. મતદાન કરવા આવતા મતદારોને હાથ સેનેટાઇઝ કરવા સેનેટાઈઝરની વ્યવસ્થા પણ મતદાન મથકોમાં કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે મતદાન મથકોમાં નિયમોનું ખાસ પાલન કરાવવા પણ જૂનાગઢ પોલીસ દ્વારા નવતર આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે સુપર કોપ બાઇક અને મોબાઈલમાં માઇક સિસ્ટમ દ્વારા હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ દ્વારા જાહેરાત કરી ર્નિભયપણે મતદાન કરવા તથા મતદાન દરમ્યાન કોરોના વાયરસ અંગે રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તથા હાથ અવારનવાર સેનેટાઈઝ કરવા આગવી ઢબ અપીલ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે પીધેલ લોકોને પકડવા નવતર અભિગમ તેમજ કોરોના કાળમાં સરકારના નિયમોનું પણ પાલન કરાવવા ખાસ આયોજન કરી, સઘન બંદોબસ્ત ગોઠવી, સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપી સહિતનો જડબેસલાક બંદોબસ્તમાં મૂકી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણી દરમ્યાન લોકો ર્નિભય પણે મતદાન કરે, તે માટે લોકો વચ્ચે જઈને લોકોના પર્વને કોઈપણ જાતના સુલેહશાંતિના ભંગ વગર ઉજવાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!