સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આપી હતી. રાજ્યમાં સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી આપી હતી. રાજ્યમાં એક મહિનામાં ૧૪૦૧ ભાગેડુ આરોપીઓ પકડી પાડયા છે, ૧૪,૪૮૬ હથિયારો જમા કરાયા, ૯૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરાઈ, રાજ્યમાં ૮ કરોડનો દારૂ જપ્ત કરાયો, તમામ ૩૪૧૧ મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રખાશે, તેમજ બૂથ અને સ્ટ્રોગરૂમ ઉપર ચુસ્ત બંદોબસ્તની માહિતી આપી હતી. ડીજીપીના જણાવ્યા મુજબ લોકશાહીનું આ પર્વ વિના કોઇ વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની પૂર્વતૈયારીઓ પૂર્ણ પણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો ન થાય અને કોઇ ગુનાહિત કૃત્ય ન બને તેની સાવચેતી માટે જે ઇસમોના અટકાયતી પગલાં લેવા જરૂરી હતા. સમગ્ર રાજ્યમાં વિવિધ કલમો હેઠળ ૨૫,૮૦૦ જેટલા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાંઓ લેવામાં આવ્યા છે. ઉપરાંત નાસતાં ફરતા આરોપીઓ પકડવા પણ એક ડ્રાઇવ રાખવામાં આવી છે, જેમાં એક મહિનામાં ૧૪૦૧ ભાગેડુ આરોપીઓ પકડી પડાયા છે. જાહેરનામા બાદથી આજ દિવસ સુધીમાં કુલ- ૧૮,૧૭૫ વોરંટની બજવણી પણ કરવામાં આવી છે.
૨૧ ફેબ્રુઆરીની ચૂંટણી અનુસંધાને ૧૪,૪૮૬ જેટલા હથિયારો જમા લેવાયા છે. સમગ્ર રાજ્યમાં ૪૮,૨૮૨ જેટલા હથિયારો જમા લેવાયા છે, જ્યારે રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર ૯૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.ચૂંટણીના જાહેરનામા બાદથી આ ચેક પોસ્ટ સહિત પોલીસના ચેકિંગમાં જે ગેરકાયદે ચીજવસ્તુઓની જપ્તી કરવામાં આવી છે. ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે તમામ ૩૪૧૧ મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. ખાસ કરીએ જે મતદાન મથકો સંવેદનશીલ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા વધુ પોલીસ ફોર્સ રાખવામાં આવશે. આવા તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુલાકાત લઇને તેની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. ડીજીપીની કચેરી તરફથી અન્ય એકમોમાંથી પણ વિશેષ બંદોબસ્ત ચૂંટણી માટે આપવામાં આવેલો છે. બહારથી કુલ મળીને ૧૪૦૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને ૧૪ જેટલી એસઆરપીની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ એકમોમાં કુલ મળીને ૧૫૫૦૦ જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજાે આપવામાં આવેલી છે. આમ કુલ મળીને રવિવારના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં ૪૪-જીઇઁની કંપનીઓ, આશરે ૨૫ હજાર જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને ૧૫,૫૦૦ જેટલા હોમગાર્ડ / જી.આર.ડી. જવાનો ચૂંટણી ફરજ ઉપર રહેશે. ઈવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અર્થે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની તૈનાતી કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા સમગ્ર ગુજારત રાજ્યમાં તમામ પોલીસ એકમોમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવનાર છે. કોવિડ ગાઇલાઇનનું પાલન મતદાનના દિવસે પણ કોવિડ સંદર્ભેની તમામ ગાઇડલાઇનનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews