વડતાલ મંદિરના સ્વામી આધારસ્વરૂપ પરિણીતાને ભગાડી જતાં ચકચાર

0

વડતાલ ગામની પરિણીતાને લઇને મંદિરના સ્વામી આધારસ્વરૂપ ગુરૂસ્વામી હરિવલ્લભદાસજી (ઉ.વ.૫૮) ગત ૮મી ફેબ્રુઆરીના રોજ ભાગી જતાં વ્યથિત થયેલા પતિએ ગૃહમંત્રાલય અને એસપીને પત્ર લખીને આ મુદ્દે ન્યાયની દાદ માંગી છે. જેમાં તેઓએ જણાવ્યું કે તેઓની પત્ની ૮મી ફ્રેબુઆરીએ બપોરે ૧.૩૦થી ગૂમ થતાં સગાવ્હાલાને ત્યાં તપાસ કરતાં તેણી મળી આવી ન હતી. આધારસ્વામી પત્નીને લઇને ભાગી ગયા હોવાના આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ મથકે ૧૦મી ફેબ્રુઆરીએ ગુમ થયાની જાણવા જાેગ અરજી આપી હતી. ત્યારબાદ પતિને જાણ થઇ હતી કે મંદિરના કોઠારના વહીવટ કરતાં સ્વામી આધારસ્વરૂપ ગુરૂસ્વામી હરિવલ્લભદાસજી પોતાની હવસ પુરી પાડીને પત્નીને પૈસાની લાલચ આપી ફસાવીને ઉપાડી ગયેલ હોવાના આક્ષેપ સાથે રજુઆત કરી છે. એટલું જ નહીં હવસખોરી પુરી પતાવ્યા બાદ પત્નીને જાનથી મારી નાંખીને તેની લાશને સગેવગે કરી દેશે તેવી આશંકાઓ વ્યક્ત છે. ભોગ બનનાર નાગરિકે આધારસ્વામીના મોબાઇલ ઉપર સતત સંપર્ક કરવાનો વારંવાર પ્રયત્ન કરવા છતાં તેઓનો ફોન બંધ આવતો હતો. આગામી સમયમાં નવાજુની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ચકલાસી પીએસઆઈ જીગર પટેલે જણાવ્યું હતું કે, વડતાલ ગામની મહિલા ગુમ થયા અંગેની જાણવા જાેગ નોંધ સ્ટેશન ડાયરીમાં કરવામાં આવી છે. પરંતુ મંદિરના કોઇ સ્વામી ભગાડી ગયા હોય એવી કોઇ અરજી મળી નથી માત્ર મહિલાના પરીવારજનોની રજુઆતના આધારે ગુમ કે ખોવાઇ ગયેલા અંગેની નોંધ કરીને પરિણીતાની શોધ શરૂ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews