કેશોદના જલારામ મંદિરે ૨૪૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહયું છે. દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં ૨૪૮ થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણાના ડો.નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૦૦ જેટલાં દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી. અને આંખોના જરૂરીયાતમંદ ૧૧૦ જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ હતાં. જ્યાં દર્દીઓને લઈ જઈ વિનામુલ્યે મોતીયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ કેમ્પમાં સંજરી ઓટોવાળા રફિકભાઈ મહીડા દ્વારા તેમના પિતા મરહુમ હાજી મહમદ મહીડા પટેલના નામથી તમામ દર્દીઓને ભોજનના દાતા તરીકે સેવા આપી હતી. અને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો. ભોજનના દાતા તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ કેમ્પ ૨૪૦મો હતો અને આજ સુધીમાં કુલ ૧૬૮૩૨ દર્દીઓનાં કેમ્પમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews