જૂનાગઢ ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે શિવાજી જયંતિની ઉજવણી કરાઈ

0

ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતા આપણા તહેવારો અને રાષ્ટ્રભાવના પરિચાયક પર્વોની ઉજવણી તેમજ દેશ માટે જીવન અર્પિત કરનાર મહાપુરૂષોની જન્મજયંતીની ઉજવણી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કરતી હોય છે. તે અનુસંધાને ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, જૂનાગઢમાં તા. ૧૯-૦૨-૨૦૨૧ના રોજ શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી દેવીની પ્રાર્થના બાદ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, જૂનાગઢના અધ્યક્ષ અને કોલેજ આચાર્ય ડો. બલરામ ચાવડા તેમજ પ્રો.સંજય સૂર્યવંશી દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. પરિષદના અધ્યક્ષ ડો.બલરામ ચાવડા દ્વારા અખિલ ભારતીય પરિષદની વિવિધ પ્રવૃત્તિ, કાર્યો વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર પ્રદેશના વતની અને છત્રપતિ શિવાજીની કર્મ અને ધર્મ ભૂમિથી પરિચિત પ્રો.સંજય સૂર્યવંશીએ શિવાજીના જન્મ, ઉછેર, ઘડતર, જીવનકર્મ, હિંદુત્વના રક્ષણ અંગેનો તેમનો ખ્યાલ, દેશપ્રેમ, ગણ રાજ્યોની સ્થાપના વગેરે વિગતો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રો. નયનબેન ગજ્જરેએ કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક પ્રો.ચેતનાબેન ચુડાસમાએ સફળતાપૂર્વક કર્યુ હતું. આ કાર્યક્રમમાં પરિષદના સભ્યો અને ડો. સુભાષ મહિલા કોલેજનાં વિદ્યાર્થી બહેનોએ હાજરી આપી છત્રપતિ શિવાજીના જીવન વિષે પૂર્નઃપરિચય પામ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને કોલેજના ટ્રસ્ટી, પ્રમુખ જવાહરભાઇ ચાવડા તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાતના પ્રમુખ ડો.કલાધાર આર્યે શુભેચ્છા સંદેશ પાઠવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews