જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડના પાછળના ભાગે પાણીપુરીની લારીમાં બાળકો પાસે મજુરી કરાવાતી હોવાની બાતમી ૧૦૯૮ ચાઈલ્ડલાઈનને કોઈ જાગૃત નાગરીકે આપી હતી. જેના આધારે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાથે સંકલન કરી પોલીસને સાથે રાખીને ત્રાટકી હતી અને બાળક મજુરોને મુકત કરાવ્યા હતા. ૧૦૯૮ ચાઈલ્ડ લાઈનને એવી બાતમી મળી હતી કે, બાળકોને કામે રાખનાર માલિક દ્વારા સવારે
૪ વાગ્યે કામ કરાવાય છે અને રાત્રે ૧૧ વાગ્યા સુધી પાણીપુરીની લારીએ વેંચાણ માટે કામની ફરજ પાડવામાં આવે છે. આથી જીલ્લા બાળ સુરક્ષા અધિકારી આરતીબેન મહિડા, કિરણબેન રામાણી, કો-ઓર્ડીનેટર જતીનભાઈ માલમ અને સી-ડિવીઝન પોલીસ સ્ટાફે જૂનાગઢ હાઉસીંગ બોર્ડની પાછળના ભાગેથી પ બાળકોને રેસ્કયુ કર્યુ હતું. અને તેમને જૂનાગઢની ચિલ્ડ્રન હોમ બાળ કલ્યાણ સમિતીના ચેરપર્સન ગીતાબેન માલમ સમક્ષ રજુ કરાયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews