ગુજરાતની ૬ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૫.૬૪ ટકા જેવું નોંધાયું કંગાળ મતદાન : આવતીકાલે મત ગણતરી, પરિણામની ભારે ઉત્કંઠા

0

ગુજરાત રાજયના ૬ મહાનગરો રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે મંગળવારે મત ગણતરી કરાશે. કોર્પોરેશનો અને પંચાયતોની મત ગણતરી અલગ – અલગ દિવસે કરવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યાનું જાણવા મળે છે. જાે આવતીકાલે સવાર સુધીમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે ન આવે તો સવારે ૯ વાગ્યાથી મત ગણતરી કરવાની ચૂંટણી પંચે તૈયારી કરી છે. રાજયનાં ૬ મહાનગરોમાં સરેરાશ ૪૫.૬૪ ટકા મતદાન નોંધાયું છે. ૬ મહાનગરોના ૧,૧૪,૬૬,૮૬૪ મતદારો પૈકી ૫૨,૩૩,૩૮૨ મતદારોએ મતદાન કર્યું છે. ૬૨,૩૩,૪૮૨ મતદારોએ જુદા જુદા કારણસર મતાધિકાર ભોગવ્યો નથી. સૌથી ઓછુ અમદાવાદમાં ૪૨.૫૧ ટકા અને સૌથી વધુ ૫૦.૭૫ ટકા મતદાન રાજકોટ મહાનગરમાં નોંધાયુ છે. જામનગરમાં ૫૩.૬૪ ટકા અને ભાવનગરમાં ૪૯.૪૩ ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે ગઈકાલે મોડી રાત્રે આંકડા જાહેર કર્યા છે. અપેક્ષા કરતા ઓછુ મતદાન થવા માટે મંદી, મોંઘવારી, મહામારી કોરોના જેવા કારણો અને પ્રજાનો નિરૂત્સાહ પણ અસરકર્તા ગણાય છે. આગામી રવિવારે નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોનું મતદાન અને બીજી માર્ચે તેની મતગણતરી હાથ ધરાનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!