જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૬ અને ૧પની પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામ

0

જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની પેટાચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. વોર્ડ નં.૬ માં ભાજપ-કોંગ્રેસ- આપ અને એનસીપી અને એક અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જયારે વોર્ડ નં.૧પમાં ભાજપ – કોંગ્રેસ- આપ અને ૧ એનસીપી ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. બંને વોર્ડમાં કુલ ૩રર૪૯ પૈકી ૧૬૭ર૦ મતદારોએ મતદાનની ફરજ બજાવી હતી. આ ચૂંટણી સંપન્ન થયા બાદ આવતીકાલે મતગણતરી કરવામાં આવનાર છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ઉમેદવારો જીતનાં દાવા કરી રહયાં છે. વોર્ડ નં.૬ નાં ભાજપનાં ઉમેદવાર અરવીંદભાઈ રામાણીએ જીતનો દાવો કરતાં જણાવ્યું છે કે, મતદારોનો સીધો સંપર્ક તેમને જીત અપાવશે. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર લલીત પરસાણાએ જણાવ્યું હતું કે, ભાજપના ગણાતા બુથમાં ઓછુ મતદાન થયું છે અને કોંગ્રેસના બુથ ગણાતા વિસ્તારોમાં વધારે મતદાન થયું છે જે તેમની જીત પાકી કરશે. આ ઉપરાંત વોર્ડ નં.૧પમાં ભાજપનાં ઉમેદવાર નાગજીભાઈ કટારાએ પોતાના કાર્યકરો અને પોતાના મતદારો ઉપર વિશ્વાસ વ્યકત કરીને જીતનો દાવો કર્યો છે અને તેમની સામે કોંગ્રેસના લાખાભાઈ પરમારે પણ પોતાની જીત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ અને ૧પમાં ગઈકાલે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. શરૂઆતમાં મતદારોમાં નિરસતા જાેવા મળી હતી. સવારે ૯ વાગ્યા બાદ મતદારો ઘરની બહાર નિકળ્યા હતા અને મતદાન મથક ઉપર લાઈન જાેવા મળી હતી. બપોરના સમયે ફરી મતદારો ઘરમાં જ રહ્યા હતા અને મતદાનનાં છેલ્લા તબકકામાં અંતિમ તબક્કામાં મતદારોનો ધસારો જાેવા મળ્યો હતો. સાંજ સુધીમાં જૂનાગઢના વોર્ડ નં. ૬ માં કુલ ૭૭૪૦ (પ૦.૯૮ ટકા) લોકોએ મતદાન કર્યું હતું. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં પર.૭૯ ટકા મતદાન થયું હતું. વોર્ડ નં. ૧પમાં ૮૯૮૦ (પર.૬૧ ટકા) લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય ચૂંટણીમાં પ૭.૦૧ ટકા મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં ૪.૪ ટકા મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત બંને વોર્ડના પાંચ મતદાન મથકો ઉપર મહિલાઓએ વધુ મતદાન કરેલ છે. બપોરે ૧ થી ૩ દરમ્યાન નિરસ મતદાન થયું હતું. બંને વોર્ડના ૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. વોર્ડ નં. ૬ માં રહેતા ૮૯ વર્ષીય વૃધ્ધા મણીબેન માલવીયાને સંજયભાઈ કોરડીયા સહિતાનાએ બુથ સુધી પહોંચાડી મતદાન કરાવ્યું હતું. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર લલીત પરસાણાનું મતદાર યાદીમાં નામ વોર્ડ નં. ૪ માં છે તેમણે વોર્ડ નં. ૪ માં ઉમેદવારી નોંધાવી હતી તેથી તેઓ મત આપી શકયા નહોતા. જૂનાગઢમાં બંને વોર્ડમાં અનેક મતદારોના નામ મતદાર યાદીમાં ન હોય મતદાન કરી નહીં શકતાં તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. વોર્ડ નં. ૧પનાં ૩ નંબરના બુથમાં ૬૮.૬૭ ટકા સાથે વધુ મતદાન થયું હતું જયારે ૧૪ નંબરના બુથમાં ૩૦.ર૮ ટકા સાથે ઓછું મતદાન થયું હતું. જયારે વોર્ડ નં. ૬ માં ૧પ નંબરના બુથમાં ૬૬.૮૬ ટકા સૌથી વધુ અને ૧ નંબરના બુથ ઉપર ૩૧.ર૩ ટકા મતદાન થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!