જૂનાગઢ મનપાની પેટાચૂંટણીની મત ગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

0

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧પની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને આવતીકાલે તાલુકા સેવા સદનની પાછળ આવેલી ખેતી નિયામકની કચેરી ખાતે મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવશે. આ પેટાચૂંટણીનાં પરિણામની ઈંતેજારી જાેવા મળી રહી છે. દરમ્યાન નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ આવતીકાલે મત ગણતરી તથા વિજય સરઘસ સમયે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. કોઈપણ જાતની ગેરવ્યવસ્થા ન સર્જાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહયા છે. પીધેલા શખ્સો સરઘસમાં આવી ન શકે અને આવા પીધેલાઓને પકડી લેવા માટે પોલીસ તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે તે અનુસાર મત ગણતરી સ્થળે તેમજ વિજય સરઘસમાં પીધેલા શખ્સોનું બ્રેથ એનેલાઈઝરની મદદથી ખાસ ચેકીંગ હાથ ધરાશે. બીજી તરફ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મત ગણતરી કાર્યને લઈને તકેદારીના પગલાં લેવામાં આવી રહયાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!