જૂનાગઢ તાલુકાના સાબલપુર ગામે ઢોર બાંધવાના વાડામાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી અને સ્ટાફે સાબલપુર ગામે પાણીના ટાંકા પાસે રહેતા સરમણભાઈ ભાયાભાઈ કરમટાનાં રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ ઢોર બાંધવાના વાડામાં સુકાઈ ગયેલા લાકડાની નીચે પ્લાયવુડ હટાવી અને સિમેન્ટની કુંડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પેટી નંગ ૬, બોટલ નંગ ૭ર રૂા. ર૮,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આરોપી મળી નહીં આવતાં તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી ચાલી રહી હતી તે દરમ્યાન જૂનાગઢમાં દાતાર રોડ, વાલ્મીકવાસ, બાપાસીતારામની મઢુલીની બાજુમાં આસિફ ચીનો યુનુસભાઈ ઈંગ્લીશ દારૂનું વેંચાણ કરતો હોવાની માહિતીના પગલે ત્યાં રેઈડ કરતાં આ શખ્સ પોલીસને જાેઈને નાસવા માંગતો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી વ્હીસ્કી ઓરીજનલ બોટલ નંગ-ર, વ્હીસ્કી બોટલ નંગ-પ, લીકવીયર બોટલ નંગ -ર, દારૂ બોટલ નંગ ૧૦, મોબાઈલ ફોન ૧ વગેરે મળી રૂા. પ,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ દારૂ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews