ભેંસાણમાંથી રૂા. ૩.૭૭ લાખની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

0

ભેંસાણમાં કેતનભાઈ નાથાભાઈ મોણપરાની દુકાનમાંથી રૂા. ૩,૭૭,પ૦૦ની ચોરી થઈ હતી. આ મામલે ફરીયાદ થતાં રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઈ હતી. દરમ્યાન ચોરીનાં બનાવમાં વપરાયેલ મોટર સાયકલ નં. જીજે-૦૪-એએચ ૧પ૮૯ બાવજીભાઈ પરમારના નામે હોવાનું તેમજ વધુ તપાસમાં આ મોટર સાયકલ સાબલપુર ચોકડીએ રહેતો નવીન ઉર્ફે હનીફ મોચી વાપરતો હોવાની જાણકારી મળી હતી. બાદમાં આરોપી બાઈક લઈને જેતપુરથી જૂનાગઢ તરફ આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, આર.કે. ગોહીલ અને સ્ટાફે વોચ ગોઠવી આરોપીને સાબલપુર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.
આરોપી પાસેથથી રૂા. ૩,૩૩,પ૦૦ની રોકડ રકમ તેમજ મોટર સાયકલ મળી કુલ રૂા. ૩,પ૩,પ૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપીને ભેંસાણ પોલીસનાં હવાલે કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!