જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ, સીમકાર્ડ, ચાર્જર મળી આવ્યા, પોલીસ ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લા જેલમાં બે દિવસ પહેલા જ ટોયલેટમાંથી મોબાઈલ, ચાર્જર પકડાયા બાદ ગઈકાલે વધુ તલાશી લેતા અહીના બેરેક નંબર પ માંથી એક મોબાઈલ, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યું હતું. જૂનાગઢ જીલ્લા જેલના સુબેદાર જાહિદભાઈ આર. ચાનિયાએ ગઈકાલે વહેલી સવારે જેલમાં ફરજ ઉપર હતા ત્યારે દિવસની પાળી પાસે બેરેક નંબર પમાં તલાસ કરાવી હતી. જેમાં બેરેક નંબર પમાં ટીવીના સ્ટેન્ડ ઉપર રાખેલ એક મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં એક સીમકાર્ડ અને ચાર્જ પણ સાથે હતા. આ અંગે તપાસ કરતા આ મોબાઈલ અને ચાર્જર કાચા કામના કેદી એજાજ ઉર્ફે નદીમ ભીખુભાઈ બ્લોચના હોવાનું સામે આવતા તેની સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!