માણાવદર તાલુકાનાં વેળવા ગામે હુમલો, ત્રણ સામે ફરીયાદ

0

માણાવદર તાલુકાનાં વેળવા ગામે રહેતા સામતભાઈ જશાભાઈ ડાંગર (ઉ.વ.૬પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, રણજીભાઈ મેરામભાઈ ઉર્ફે ઘુંસો ડાંગર, મેરામભાઈ ઉર્ફે ઘુંસો દેવાયતભાઈ ડાંગર, કિશોરભાઈ દેવાયતભાઈ ડાંગર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીના દિકરાએ આરોપી નં.ર પાસેથી હાથવેતના પૈસા લીધેલ જેની રીસ રાખી આરોપી નં.૧ નાએ ફરીયાદીને લાકડી વડે જમણા પગના સાથળમાં સપાટો મારી તથા આરોપી નં.ર તથા નં.૩ નાએ ઢીકા મુકકાનો માર મારી તેમજ ત્રણેય આરોપીએ ફરીયાદીને ભુંડી ગાળો આપી એક બીજાને મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews