માણાવદર તાલુકાનાં પીપલાણા ગામે બાળલગ્ન ધારાનાં ભંગ અંગે પાંચ સામે ફરીયાદ

0

જૂનાગઢ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન મહેન્દ્રભાઈ પુરોહીતે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, પીપલાણા ગામનાં મહમદ સોયબ વલીમહમદભાઈ ગીરાચ પુખ્તવયના છે અને જેની સાથે તેમણે લગ્ન કરેલ છે તે કન્યા સગીર વયની હોવા છતાં લગ્ન કરેલ છે. તેમજ આ કામનાં આરોપી વલીમહમદ અલીમહમદ ગીરાચ (વરના પિતા) રીયાઝભાઈ વલીમહમદભાઈ ગીરાચ (વરના મોટાભાઈ), ફરહીનબેન રીયાઝભાઈ (વરના મોટાભાભી) તેમજ આસમા શેખ સમી (કન્યાના માતા) રહે.યવતમાલ મહારાષ્ટ્રવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છેકે, કન્યા સગીર હોવાની જાણ છતા આરોપી નં.૧ સાથે લગ્ન કરાવી આપી અને બાળલગ્ન અધિનિયમનો ભંગ કરવા અંગે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ માણાવદરનાં એએસઆઈ એન.બી.કાનગડ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!