ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૭ અતિ સંવેદનશીલ અને ૩૬૪ સંવેદનશીલ મતદાન મથકો

0

ગીર સોમનાથમાં જીલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલીકાઓની બેઠકોની ચુંટણીનું આગામી રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. જેમાં મતદાન મથકોનાં સ્થળો નકકી કરાયાની સાથે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મથકોની વિગતો તંત્રે જાહેર કરી છે. જે મુજબ તૈયારીઓ સમયસર પરીપૂર્ણ કરવા સ્થાનીક કક્ષાએ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૨૮, છ તાલુકા પંચાયતનોની ૧૨૮ અને ચાર નગરપાલીકાની ૧૦૭ બેઠકો માટે ચુંટણી યોજાનાર છે. આ બેઠકો માટે મતદાન યોજાનાર હોય જેના મતદાન મથકો પૈકી ૭૬ અતિ સંવેદનશીલ અને ૨૯૨ સંવેદનશીલ મતદાન મથકો છે. જયારે નગરપાલીકાના મતદાન મથકોમાં ૩૧ અતિ સંવેદનશીલ અને ૭૬ સંવેદનશીલ મથકો હોવાનું તંત્રે જણાવેલ છે. આ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!