સમગ્ર વિશ્વ ભારતનાં ખેડૂતોની પીડા જાેઈ શકે છે પણ કેન્દ્ર સરકારને તે દેખાતી નથી : રાહુલ ગાંધી

0

આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવાના પ્રયાસરૂપે પોતાના મતવિસ્તાર વાયનાડમાં ટ્રેકટર રેલી કાઢ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ખેતીજ એક માત્ર એવો બિઝનેસ છે જે ભારતમાતા સાથે જાેડાયેલો છે. રાહુલ ગાંધીએ લોકોને ખેડૂતો વિરોધી ત્રણ કાયદા નેસ્તનાબૂદ કરવા ભાજપ સરકાર ઉપર દબાણ બનાવવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસ નેતાએ વાયનાડમાં મેપ્પાડીમાં આવેલી સેન્ટ જાેસેફ સ્કૂલ ખાતે મહાત્મા ગાંધીના સ્ટેચ્યુનું ઉદઘાટન પણ કર્યું હતું. અહીં તેમણે સીએમસી કોન્વેન્ટ કેનીચિરાનાં સાધ્વીઓ સાથે વાતચીત પણ કરી હતી. કેનીચિરાની ઈન્ફન્ટ જિસસ સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે પણ તેમણે વાતોનું આદાન પ્રદાન કર્યું હતું. રાહુલે ત્રિપાઈપટ્ટાથી મુત્તીલ વચ્ચેના પહાડી વિસ્તારમાં છકિલોમીટર લાંબી રેલીને સંબોધન કરતાં કહ્યું હતું, આખી દુનિયા આપણા ખેડૂતોની પીડા અને મુશ્કેલી જાેઈ શકે છે પણ, દિલ્હીમાં બેઠેલી સરકાર ખેડૂતોની વેદના સમજી શકતી નથી. વિદેશમાં બેઠેલાં પોપ સ્ટાર ભારતીય ખેડૂતોની પીડા વિશે બોલી શકે છે. પણ સરકારને જાણે કે કોઈ રસ જ નથી. જ્યાં સુધી તમે પ્રજા તરીકે દબાણ નહીં કરો ત્યાં સુધી ભાજપ સરકાર આ ત્રણ કાયદા પાછા નહીં ખેંચે એમ રાહુલે કહ્યું હતું. રાહુલે આરોપ મૂક્યો હતો કે આ ત્રણ કાયદા દેશના કૃષિતંત્રને ખતમ કરવાનો કારસો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે-ત્રણ મિત્રોને આખો બિઝનેસ આપી દેવાની ચાલ છે. કૃષિ દેશનો સૌથી મોટો રૂપિયા ૪૦ લાખ કરોડનો ધંધો છે અને તેની માલિકી લાખો ખેડૂતોની છે. ખેતી જ ભારત માતા સાથે જાેડાયેલો એક માત્ર બિઝનેસ છે એમ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!