વેરાવળ બાયપાસ ઉપર સોમનાથ જઇ રહેલ મુંબઇના પરીવારને અકસ્માત નડયો, ચાર ઘાયલ

0

વેરાવળ બાયપાસ હાઇવે ઉપર હિરણ નદીના બ્રીજ પાસે રોંગ સાઇડમાં પુરઝડપે આવતી સ્વીફટ કારે સામેથી આવી રહેલ મુંબઇના પરીવારની અર્ટીગા કાર સાથે અથડાવી દેતા પાંચેક લોકોને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોચી હતી. મુંબઈનો પરીવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહેલ ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે સ્વીફટ કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કયાંકને કયાંક બાયપાસના નેશનલ હાઇવેનું રીપેરીંગ કામ કરી રહેલ કોન્ટ્રોકટરની બેદરકારીના લીધે થયાનું સ્થળ ઉપર હાજર લોકોમાં ચર્ચાય રહેલ હતું.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇના મિત્રો પરીવાર સાથે ગઇકાલે અર્ટીગા કારમાં દ્વારકાથી સોમનાથ આવી રહેલ હતા. ત્યારે સાંજે ચારેક વાગ્યા આસપાસ અર્ટીગા કાર સોમનાથ બાયપાસ ઉપર હિરણ નદીના પુલ પાસે હોટલ નજીક પહોંચેલ તે સમયે સામેથી પુરપાટ આવતી સ્વીફટ કાર નં. જીજે-૧૨-ડીએ ૪૦૭૬ના ચાલકે અર્ટીગા કાર સાથે ધડાકાભેર અથડાવી દેતા બંન્ને કારો ફંગોળાઇ ગયેલ હતી. આ સમયે હાઇવે ઉપરથી પસાર થઇ રહેલ અન્ય વાહન ચાલકો અને રાહદારી લોકોએ દોડી આવી બંન્ને કારમાં સવાર ઇજાગ્રસ્ત બનેલા અમરીશ નવનીતલાલ શાહ, ભરત ત્રીકમલ શાહ, પ્રદિપ અમરચંદ વર્મા, લીના વર્મા અને રમેશ જાેરાને એમ્બ્યુલન્સ બોલાવી પ્રથમ સીવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડેલ હતા. જયાં પ્રાથમીક સારવાર બાદ પાંચેય ઇજાગ્રસ્તોને ફ્રેકચર સહિતની ઇજાઓ હોવાથી ખાનગી બિરલા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માત અંગે અમરીશ શાહે સ્વીફટ કારના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, હાલ વેરાવળ-સોમનાથ ચાર માર્ગીય નેશનલ હાઇવે બાયપાસનું રીપેરીંગ કામ ચાલી રહેલ હોવાથી ઠેર-ઠેર હાઇવે ખોદી નાંખેલ છે. જેમાં ઘણી જગ્યાાએ એક લેન બંધ રાખી ડાયવર્ઝન આપી એક લેન ચાલુ રાખેલ છે. ત્યારે ચાલુ લેનમાંથી આવન-જાવન બંન્ને તરફનો ટ્રાફીક ચાલુ રાખવા રસ્તાના સેન્ટરમાં ટ્રાફીકને કંટ્રોલ કરવા જરૂરી આડસ અથવા દિશા સૂચક બોર્ડો લગાડવા જાેઇએ જે ન લગાવેલ હોવાથી એક લેનમાં પણ અમુક વાહનો ઓવરટેક કરવા સમયે પુરપાટ જતા હોવાથી નાના-મોટા અકસ્માતો થઇ રહયા છે. જે બાબતે જવાબદાર તંત્ર ઘોર બેદરકારી દાખવી રહયું હોય જેને ઉપરોકત અકસ્માત ઉપરથી બોધપાઠ લઇ લોકોની સલામતી માટે જરૂરી પગલા લેવા જાેઇએ તેવી માંગણી લોકોમાંથી ઉઠી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!