જૂનાગઢ પંથકમાં અપમૃત્યુંના ચાર બનાવો

0

જૂનાગઢમાં કન્યા છાત્રાલયની સામે અભિષેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૯ના ત્રીજા માળે રહેતા હરેશભાઈ ભુપતભાઈ રાજપરા સોની (ઉ.વ.૩પ) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં વિસાવદરનાં ચાંપરડા આશ્રમ કવાર્ટરમાં રહેતા દિશાબેન લક્ષમણગીરી મેઘનાથી (ઉ.વ.૧૯) ટોયલેટ જાવ છું એમ કહયા બાદ કોઈપણ કારણસર સ્ટોરરૂમની અંદર ગળાફાંસો ખાઈ જતાં તેનુ મૃત્યુ થયું છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે મેંદરડા તાલુકાનાં ખીમપાદરનાં દેવાયતભાઈ અરશીભાઈ અખેડ (ઉ.વ.પ૦)એ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનાં કારણે વાડીએ પોતાની મેળે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણેલ છે. જયારે કેશોદ તાલુકાના પીપલી ગામની સીમમાં જહાદરભાઈ વેરંગીયાભાઈ સોલંકી જાતે આદિવાસી કુવામાં પડી જતાં ડુબી જવાના કારણે મૃત્યુ થયું છે. કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews