આવતીકાલ તા.૨૬ ફેબ્રુઆરીએ ભારત વ્યાપાર બંધની જે જાહેરાત અમુક દિલ્હીના સંગઠનો દ્વારા કરવામાં આવી છે. જે અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયા વ્યાપાર મંડળના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત ટ્રેડર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેન્દ્રભાઇ તન્નાએ સ્પષ્ટતા કરતા જણાવેલ છેકે, તેઓનું સંગઠન આ એલાનને સમર્થન આપતુ નથી. જીએસટીની અમલવારીમાં મુશ્કેલી દરેક તબક્કે છે પરંતુ હાલમાં બજેટમાં આ અંગે સરકારે સ્વીકાર્યુ જ છે કે અમે જીએસટીના માળખામાં મૂળભૂત રીતે ફેરફાર કરવા માંગીએ છીએ. વધુમાં ફાઇનાન્સ કમીશને પણ જીએસટીના માળખામાં ફેરફાર જરૂરી છે તેવુ સુચન કર્યુ છે.
આમ, સરકારની આવી બાંહેધરી છતાં અને અર્થતંત્ર ખાડે ગયુ છે ત્યારે વેપારી વર્ગ દ્વારા આવુ એલાન વેપારીઓના હિતમાં નથી. આ સમય સરકાર સામે દેખાવો કરવાનો નહીં પરંતુ સરકાર સાથે બેસીને ઉકેલ લાવવાનો છે. સરકાર વિરૂધ્ધ આ પ્રકારનું ઘર્ષણ ગેરવ્યાજબી છે. એફ.એ.આઇ.વી.એમ.ની આગેવાની હેઠળ ૨૨મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનનું ધ્યાને આવે તે રીતે એક મેમોરેન્ડમ દેશના ૪૦૦ જેટલા જીલ્લા કલેકટરો દ્વારા તેમને મોકલવામાં આવેલ છે. આ આવેદન પત્રમાં કાયદામાં જીએસટી કાયદામાં એક હજાર જેટલા ફેરફારો કરવામાં આવેલ છે. જેથી મૂળભૂત સ્વરૂપ ગૂંચવાઇ ગયેલ હોય જીએસટીને નવેસરથી વેપારી સમાજની અને અન્ય કરદાતાઓ સાથે ચર્ચા વિચારણા કરી સરળ બનવવાની માગણી કરેલ છે. જેના સાનુકૂળ પ્રતિભાવ મળશે તેવી આશા હોવાનું જયેન્દ્રભાઇ તન્નાએ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews