મુંબઇમાં ૮૦ વર્ષના વૃધ્ધને ૮૦ કરોડનું લાઈટ બિલ !!

0

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક ૮૦ વર્ષીય વૃધ્ધને વીજળી ખાતાએ ૮૦ કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી બિલને જાેતાજ વૃધ્ધનું બ્લડપ્રેસર વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મુંબઈના વસઇમાં રહેતા ગણપત નાઇકની તબિયત ખરાબ થયા બાદ તેમનો પરિવાર આઘાતમાં છે. મૂંબઈમાં ઇલેક્ટ્રીસિટી સપલાઈ કંપની એમએસઇડીસીએલની તરફથી ૮૦ કરોડ ૧૩ લાખ ૮૯ હજાર ૬ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. નાઇક પરિવાર વસઇમાં છેલ્લા ૨૦ વર્ષથી એક રાઈસ મિલ ચલાવે છે. કોરોનાની મહામારીમાં લોક ડાઉન ના કારણે તેમનો ધંધો ખાતાં થઈ ગયો છે. એવામાં કરોડોનું મસમોટું વીજળી બિલ બાદ પરિવારને તો કંઇપણ સમજી શકતો જ નથી કે હવે આગળ તે શું કરશે.
ગણપત નાઇકનું કહેવું છે કે વીજળી વિભાગ આવું કૈ રીતે કરી શકે છે. બિલ મોકલતા પહેલા તેઓ શું મીટરની તપાસ કરતા નથી? આ રીતે કોઈને ખોટું બિલ કેવી રીતે મોકલી શકે ? દર મહિનાના હિસાબે અત્યાર સુધીમાં મહત્તમ વીજળીનું બિલ ૫૪ હજાર આવ્યું છે. લોકડાઉન દરમ્યાન મિલ ઘણા મહિનાઓથી બંધ હતી, આ છતાં બે મહિના (ડિસેમ્બર અને જાન્યુઆરી) સુધીનું આટલું બિલ કેવી રીતે આવી શકે છે. તો આ તરફ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડએ કહ્યું હતું કે એક અજાણતા ભૂલ થઈ હતી અને બિલ જલ્દીથી જ સુધારવામાં આવશે. એમએસઇડીસીએલના એડિશનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરેન્દ્ર મૂંગારે કહ્યું કે આ ગડબડી વીજળી મીટરના રીડિંગ લેનારી કંપની તરફથી થઈ છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ ૬ ના બદલે ૯ આંકનું બિલ બનાવી નાંખ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!