આમ આદમીની મોંઘવારીથી વળી ગયેલી કમ્મર ઉપર વધુ એક ભાવ વધારાનું પાટું મારવાના એક પ્રયાસમાં રતલામમાં કેટલાક ગામમાં દુધનો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાને પગલે આ વિસ્તારનાં ગામોમાં દુધની કિંમતમાં વધારો કરવાનું નકકી કરવામાં આવ્યું છે. રતલામના કાલિકા માતા કેમ્પસમાં રામ મંદિર ખાતે મળેલી એક મિટીંગમાં રપ ગામના દુધ ઉત્પાદકોએ દુધની કિંમતોમાં વધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. મિટીંગમાં એવું નકકી કરવામાં આવ્યું હતું કે, પહેલી માર્ચથી દુધના ભાવમાં પ્રતિ લીટરે રૂા. ૧રનો વધારો કરીને લીટરનો ભાવ રૂા. પપ કરવામાં આવે. દુધ ઉત્પાદકોએ કહયું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ વધી ગયા છે. ઉપરાંત પશુઓના જે ઘાસચારો આપવામાં આવે છે તેના ભાવ પણ વધ્યા છે. ઉત્પાદકોએ એવી ધમકી પણ આપી છે કે જાે ભાવ વધારાને મંજુરી નહીં આપવામાં આવે તો તેઓ ઉત્પાદન બંધ કરી દેશે. કોરોના વાયરસની મહામારી આવી તે પહેલા પણ ઉત્પાદકોએ દુધની કિંમતોમાં વધારો કર્યો હતો પણ શહેરમાં વેન્ડર્સ સાથે તેના માટે કોઈ એગ્રીમેન્ટ થયું ન હોતું. તે વખતે લીટરે રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય હતો પણ કોરોના સંકટને કારણે તેમ થઈ શકયુ નહોતું. રતલામ મિલ્ક પ્રોડયુસર એસોસીએશનના પ્રમુખ હીરાલાલ ચૌધરીએ કહયું કે, મંગળવારે રપ ગમના દુધ ઉત્પાદકોની મિટિંગ મળી હતી. અમારી માંગણી દુધની કિંમતોમાં વધારો કરવા માટેની છે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે તેમાં વધારો થઈ શકયો નહોતો. અમે અમારી ભેંસ એકથી દોઢ લાખ રૂપિયામાં લાવીએ છીએ. અત્યારે દુધ લીટરે રૂા. ૪૩માં મળે છે. તેમાં રૂા. ૧ર વધારીને લીટરે રૂા. પપ કરવા માંગીએ છીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews