મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ

0

ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરૂ, મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫-૨-૧૮૮૪ના રોજ ખેડા જીલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ ર્નિભય, ભૂત જાેવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત. તેમનું શાળાકીય ભણતર તો સાત ચોપડી જેટલું જ હતું પણ નાનપણથી જ તેમનામાં અન્યાયનો પ્રતિકાર કરવાની તેમજ સેવા કરવાની વૃત્તિઓ બીજરૂપે પડી હતી, જે સમય જતાં મોટા વટવૃક્ષરૂપે પાંગરી હતી. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં ર્નિભય થઇને ફરતા અને ભાઇચારો સ્થાપવાનો પ્રયાસ કરતા હતા. ગુજરાતના અલગ રાજયની રચના થતાં ગુજરાત રાજ્યનો શુભારંભ તેમના હસ્તે થયો હતો. શ્રમ, સાદાઇ અને સંયમ એ મહારાજના જીવનનાં મુખ્ય ત્રણ ગુણો હતા. તેઓ ચેતવણીરૂપે કહેતા ‘હવેનો જમાનો પરિશ્રમનો આવે છે, પરિશ્રમ નહીં કરે તે ભૂખે મરશે.’ હરહંમેશ બીજાના ખપમાં પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજ્ય રવિશંકર દાદાનું ઇ.૧૯૮૪ માં શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું હતું. જેમની સાથે ખોળિયું અદલબદલ કરવાનું ગાંધીજીને પણ મન થયેલું એવા કળિયુગના ઋષિના જેમણે દર્શન કર્યા તે સૌ કોઇ પાવન થઇ ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!