જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાપમાનમાં વધારો, ખેડૂતોને ઉનાળુ પાકમાં કાળજી લેવા ભલામણ

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામિણ મૌસમ વિભાગના ધિમંત વઘાસીયાએ આ અંગે જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરમાં તા. ર૧-ર-ર૦ર૧ થી મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીને પાર કરી ગયો છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૪.૬ હતું અને શનિવાર સુધીમાં તાપમાન વધીને ૩પ થી ૩૭ ડીગ્રી સુધી થઈ શકે છે. તાપમાનનો પારો વધતાં ખેડૂતોને કાળજી રાખવા અને ઉનાળુ મગફળી, આંબાને જરૂરીયાત મુજબ પાણી આપવા જણાવાયું છે. જાે શિયાળુ પાક તૈયાર થઈ ગયો હોય તો તેની કાપણી કરી ઉનાળુ પાકના વાવેતર માટે ખેતરમાં તૈયારી કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!