જૂનાગઢ જીલ્લા પોલીસ વડાએ ચૂંટણી સબબ સંવેદનીશીલ ગામડાઓની વિઝીટ લઈ કાયદો-વ્યવસ્થાનાં પગલા ભર્યા

0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવતા, ચૂંટણી કોઈપણ અનિછનીય બનાવ વગર ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ તાજેતરમાં યોજાનાર હોય, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી બાબતે માથાભારે ઈસમો, પ્રોહીબિશન બુટલેગરો, જાણીતા ગુન્હેગારો, ચૂંટણી દરમ્યાન કોઈ ગરબડી કરે એવા ઈસમો ઉપર ખાસ વોચ રાખી, અટકાયતી પગલાં લેવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કોર્પોરેશનની પેટા ચૂંટણી શાંતિથી પસાર થયા બાદ તમામ પોલીસ અધિકારીઓને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે સક્રિય કરી, કામગીરી કરવાનું ચાલું કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોતે જાતે, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ ડિવિઝનના તાલુકા પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન, બીલખા પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા મેંદરડા પોલીસ સ્ટેશનના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ ગામોની વિઝીટ કરવામાં આવેલ છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ ગામોની વિઝીટ દરમ્યાન હાજર જૂનાગઢ પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને લોકો ર્નિભય પણે મતદાન કરે તે માટે માથાભારે તથા જાણીતા ગુન્હેગારો ઉપર કડક અટકાયતી પગલાઓ લેવા અને પ્રોહીબિશનની બદી નેસ્તનાબૂદ થાય એ માટે દેશી વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગરોને દરરોજ ચેક કરી કેસો કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ તાલુકાના ગલિયાવડ, માખીયાળા, વડાલ, પલાસવા, પાદરિયા, વિજાપુર, ખડીયા, ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા, ભાટગામ, રાણપુર, મેંદરડા, બીલખા તાલુકાના બીલખા, સેમરાડા, વિસાવદર તાલુકાના વીરપુર, રૂપાવટી સહિતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગામોની વિઝીટ જાતે કરવામાં આવેલ છે. દરેક ગામોની વિઝીટ દરમ્યાન હાલની પરિસ્થિતિ જાણી, લાગતા વળગતા થાણા અમલદારોને જરૂરી પગલાં લેવા તથા તકેદારી રાખવા સુચનાઓ પણ આપવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે જાતે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂરતા પગલાઓ લેવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!