જૂનાગઢ જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી અંગે તંત્રની તૈયારી

0

જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ જૂનાગઢ જિલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતની અને કેશોદ નગરપાલિકાની યોજાનારી ચૂંટણી અંગે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ ચૂંટણીને લઈને એકતરફ ઉમેદવાર અને તેમના ટેકેદારો દ્વારા પ્રચારતંત્રને પૂરજાેશથી હાથ ધરાયું છે તેમજ બીજી તરફ જૂનાઢ ચુંટણી તંત્ર તથા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કવાયતો હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં ર૮-ર-ર૦ર૧ના રોજ જિલ્લા અને ૯ તાલુકા પંચાયતની તથા કેશોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી ૪૪.૬૬ ટકા મતદાન મથકોનો સંવેદન, અતિ સંવેદનશીલ મતદાન મથક તરીકે સમાવેશ કરાયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતના ૯પ૪, કેશોદ નગરપાલિકાના પ૮ મળી કુલ ૧૦૧ર મતદાન મથકો છે. જિલ્લા અને તાલુકા પંચાયતના ૯પ૪ મતદાન મથકો પૈકી ર૪૩ સંવેદનશીલ અને ૧૬૮ અતિ સંવેદન શીલ છે જયારે કેશોદ નગરપાલિકામાં પ૮માંથી ર૭ મતદાન મથક સંવેદનશીલ છે. આ મતદાન મથકો ઉપર કોઈ ગરબડ ન થાય અને શાંતિપુર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત મતદાન વખતે ગોઠવાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ૧ ઉમેદવાર બિનહરીફ થતાં હવે ૯ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે તાલુકા પંચાયતમાં ૩ બેઠકો બિનહરીફ થતાં હવે ૪૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. કેશોદ નગરપાલિકામાં ૧ બેઠક બિનહરીફ થતાં હવે ૧૦પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!