Saturday, July 31

ખેડુત, ખેત મજુરો અને વેપારીઓ તેમજ પ્રજાના પ્રશ્ને લડી લેવાની નારણભાઈ અખેડની સિંહ ગર્જના

0

જૂનાગઢ જીલ્લા પંચયતની રર મેંદરડા બેઠક ઉપર એનસીપીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નારણભાઈ અખેડને તેમના મત વિસ્તારમાંથી એનસીપીના ઉમેદવાર નારણભાઈ અખેડને પ્રચંડ અને ભારે આવકાર મળી રહયો છે. ઠેર-ઠેર સ્વયંભુ રીતે તેમનાં પ્રચારતંત્રમાં અનેક આગેવાનો જાેડાઈ રહયા છે. અને મત ક્ષેત્રનો સતત બે વખત ઝંઝાવતી પ્રવાસ કરી અને લોકોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનારા નારણભાઈ અખેડે પ્રજાને સંપુર્ણ વિશ્વાસ અપાવી અને આગામી યોજાનારી ચૂંટણીમાં વિજેતા બનાવવા અપીલ કરી છે અને સાથો સાથ ખેડુત, ખેત મજુરો તેમજ વેપારીઓ, દરેક પિડીત લોકોનાં પ્રાણ પ્રશ્ને કાયમી ધોરણે ઉકેલવાની ખાત્રી સાથે પ્રજાનાં પ્રશ્ને લડી લેવાની સિંહ ગર્જના કરના પણ નારણભાઈ અખેડે કરી છે. રર મેંદરડા બેઠક ઉપર એનસીપીનાં ઉમેદવાર નારણભાઈ અખેડનો વિજય નિશ્ચિત બન્યો હોવાનું મનાઈ રહયું છે. જૂનાગઢ જીલ્લાનાં રાજકારણમાં આહિર સમાજનાં અડીખમ નેતા મહેશભાઈ અખેડ અને તેમના ધર્મપત્ની રૂડીબેન અખેડની સેવાની સુવાસ મેંદરડા વિસ્તારમાં સતત પ્રર્વતી રહેલી છે. છેલ્લા બે દાયકામાં તેઓના જાહેર જીવનમાં અનેક અધુરા રહેલા સેવાકાર્યો અને પ્રજાકિય પ્રશ્નોને ઉકેલી શકયા છે. પ્રજાનાં દિલમાં પણ આ પરિવાર આગવું સ્થાન ધરાવે છે. એનસીપીનાં સ્થાપક શરદ પવાર, પ્રફુલ પટેલ, જયંત પટેલ, જૂનાગઢ જીલ્લા પ્રમુખ હરેશ ડોબરીયા, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલનાં સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ આ વિસ્તારનાં એટલે કે મેંદરડા પંથકમાં પ્રજાની નાડ પારખુ અને લોકહૃદયમાં આજે પણ જેમના કામની સુવાસ કાયમ સચવાયેલી રહેલી છે. તેવા મહેશભાઈ અખેડના પરિવારમાંથી જ તેમના ભાઈ શ્રીનારણભાઈ અખેડને એનસીપી તરફથી ટિકીટ મળી છે. એનસીપીનાં ઉમેદવાર નારણભાઈ અખેડ ઘડીયાળનાં નિશાન સાથે ચૂંટણી લડી રહયા છે. અને તેઓનું આ નિશાન એટલે કે લોકોને જાગૃત કરનાર ઘડીયાળનો ટકોરો હરીફ ઉમેદવારોના બાર વગાડી દેશે. તેઓ વિશ્વાસ પણ નારણભાઈ અખેડ દ્વારા દ્રઢ નિર્ધાર વ્યકત કરવામાં આવી રહેલ છે. આગામી તા.ર૮-ર-ર૦ર૧ સવારે ૭ થી સાંજનાં ૬ દરમ્યાન મતદાન યોજવામાં આવશે તેમજ મતદારોને જાગૃતિ દાખવી અને પોતાને મતદાન આપવા અપીલ કરી છે. આ સાથે જ એનસીપીનાં ઉમેદવાર નારણભાઈ અખેડે પ્રજાને કોલ પણ આપ્યો છે કે જીલ્લા પંચાયતની રર મેંદરડા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવનારા નારણભાઈ અખેડે પ્રજાજાેગ સંદેશ આપતા જણાવેલ છે કે, તેઓનું વિજેતાપદ મળતાની સાથે જ લોક વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવશે. પ્રજાના આ પ્રશ્નોને ઉકેલની આ દિશા આપવાનો કોલ પણ આપ્યો છે. આ ઉપરાંત એનસીપી પાર્ટી દ્વારા પ્રજાજનો પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તે માટે એક કોલ- સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે, આ ઉપરાંત એનસીપી મોનીટરીંગ ટીમ તૈયાર કરવામાં આવશે જે વહીવટી તંત્રમાં ચાલતી અંધાધુંધી ગેરરીતી ઉપર ચાંપતી નજર રાખી પ્રજા માટે સરળતા ઉભી કરશે. તેમજ ઠરાવ દ્વારા કાનુન બનાવી દરેક વિસ્તારમાં ઝોન પ્રમાણે ‘જનતા દરબાર’’નું અયોજન કરવાનું ફરજીયાત કરવામાં આવશે. જયાં પ્રજા તેના પ્રશ્નો સીધા પોતે ચૂંટેલા પ્રતિનિધિ સામે રજુ કરી શકશે. આ ઉપરાંત જીલ્લા અને તાલુકા પંચાયતોમાં કોન્ટ્રાકટર ઘર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. તેમજ ખેડુતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને જનતાને પડતી મુશ્કેલીઓ માટે કાયદાકીય માર્ગદર્શન આપવા, માઈક્રો ઝોન પ્રમાણે કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ માટે વહીવટી તંત્રો દ્વારા કામોમાં થતો ખર્ચ અને બજેટ બાબતનો તમામ હિસાબ પ્રજા સામે ખુલ્લો મુકવાનો ઠરાવ કરવામાં આવશે. તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પ્રજાના હિત માટે સીસીટીવી અને વાઈફાઈથી સજજ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણનું સ્થાન ઉંચુ લાવવા માટે તમામ સરકારી શાળાઓમાં પુરતો સ્ટાફ તથા આધુનિક સુવિધાઓ અને બસ સેવા પુરી પાડવામાં આવશે. તેમજ તમામ આરોગ્ય કેન્દ્રને આધુનિક સંશોધન અને સુવિધાઓથી સંપુર્ણ પણે સજજ કરવામાં આવશે. તેમજ ડોકટર્સ તથા નર્સ્િંાગ સ્ટાફની સંખ્યા વધારવામાં આવશે તથા એમ્બ્યુલન્સ સેવાની તાત્કાલીક ઉપલબ્ધી માટે એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ખેડુતોને ડુપ્લીકેટ દવા, બિયારણ અને ખાતરની છેતરપિંડીથી લોકોને બચાવા સ્પેશ્યલ કમિટી બનાવીને ન્યાય આપવામાં આવશે. તેમજ ગામડામાં સ્મશાન ગૃહને આધુનિક બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ વિદ્યાર્થી બસ સેવા શરૂ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થી માટે પુસ્તકાલય અને લાયબ્રેરી સાથે સ્પોર્ટસ ગ્રાઉન્ડ તાલુકા મથકો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેકટ ‘‘ફ્રેન્ડ’’ અંતર્ગત વિદ્યાર્થીઓને મળતી તમામ સરકારી શિષ્યવૃતિ તેમજ ગ્રામ્ય પંથકનાં પ્રદુષણને કારણે ખેતીની જમીનો બંજર થતી અટકાવવી અને પીવાના પાણી ઝેરી થઈ જાય છે તે અટકાવવા માટે જમીની સ્તર ઉપર નકકર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ખેડુતો માટે પાક વીમા, વીજ કનેકશનની સમસ્યાઓ, અનિયમિત મળતી વિજળીઓ અને દેવા માફી માટે મજબુતાઈથી પરિણામલક્ષી લડાઈ લડવામાં આવશે. આ ઉપરાંત રોડ, પુલ, રસ્તા, પાણી, લાઈટ, ટ્રાફીક, વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓનું નિરાકરણ, ગ્રામ્ય અને શહેરની સ્વચ્છતા સુરક્ષા એ કરોડો રૂપિયાનો ટેકસ ભરતી જનતાનો પ્રાથમિક અધિકાર છે. જેનાથી આજે પણ પ્રજા વંચિત છે એના માટે એનસીપી ગુજરાત સંપુર્ણ પણે જમીનીસ્તર ઉપર ઉતરી પરિણામલક્ષી કાર્ય કરશે અને વ્યવસ્થા પરિવર્તન કરી સરળતા ઉભી કરશે. તેવો વિશ્વાસ સાથે કોલ જનતાને અપાયો છે. દરમ્યાન આગામી તા.ર૮ ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી ચૂંટણીમાં મતદારો પોતાના લાડલા ઉમેદવારને વધાવી અને તેમને વિજેતા બનાવે તેવું વાતાવરણ સર્જાયું છે આમ નારણભાઈ અખેડનો વિજય નિશ્ચિત બન્યો હોવાનું મનાય છે. મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ પણ અખેડ પરિવારનાં રૂડીબેન મહેશભાઈ અખેડ તેમજ મહેશભાઈ અખેડને ભવ્ય વિજય અપાવેલ છે. આગામી ચૂંટણીમાં પણ મારા નાનાભાઈ નારણભાઈ અખેડને આ વિસ્તારનાં મતદારો પોતાનો સહકાર અને પ્રેમ અપાવી ભવ્ય વિજય અપાવશે તેવો વિશ્વાસ મહેશભાઈ અખેડે વ્યકત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!