દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયાની બહાર ગતકાલે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. આ મામલામાં ૨૮૬, ૪૬૫, ૪૭૩, ૫૦૬(૨),૧૨૦(B) IPC and u/s 4 of Explosive Substances Act ૧૯૦૮ હેઠળ કેસ નોંધી લેવાયો છે. કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews