કેરળ : ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટીક, ૩૫૦ ડિટોનેટર જપ્ત

0

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ મંગલાપુરમ એક્સપ્રેસમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી ૧૦૦થી વધુ જિલેટિનની સ્ટીક અને ૩૫૦ ડિટોનેટર જપ્ત કર્યા છે. આ મામલામાં એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે. ટ્રેનમાં વિસ્ફોટક મળ્યા બાદ એક સંદિગ્ધ મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે, જે તમિલનાડુની હોવાનું કહેવાઈ રહ્યું છે. મહિલાની સીટની નીચેથી વિસ્ફોટક મળી આવ્યા છે. મહિલાએ સ્વીકાર કર્યો છે કે તે કૂવો ખોદવાના ઉદ્દેશ્યથી જિલેટિનની સ્ટીક લઈને આવી હતી. જિલેટિન એક પ્રકારનો વિસ્ફોટક છે જેને લિક્વિડ કે સોલિડ ફોર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ગન-કાટન ફેમિલીનો વિસ્ફોટક માનવામાં આવે છે. ભારતમાં આ વિસ્ફોટકનો ઉપયોગ પહાડોને તોડવા અને ખાણમાં કરવામાં આવે છે. ભારતમાં તેને લાઇસન્સની સાથે રાખવાની મંજૂરી છે પરંતુ તેની માત્રા અને ઉપયોગ સરકાર નિર્ધારિત કરે છે. જિલેટિનમાં ટ્રિગરના માધ્યમથી વિસ્ફોટ કરવામાં આવે છે. ડેટોનેટરની સાથે કન્ટ્રોલ સ્થિતિમાં આ વિસ્ફોટકોને ડેટોનેટ કરી વિસ્ફોટ કરવામાં આવે છે. જિલેટિનનો ઉપયોગ નક્સલી સંગઠનો ઉપરાંત આતંકી સંગઠનો પણ કરે છે. નોંધનીય છે કે, ગુરૂવારે મુંબઈના એક પોશ વિસ્તારમાં એક સંદિગ્ધ કાર મળવાથી હડકંપ મચી ગયો હતો. વિસ્તારમાં રહેતા લોકોએ સંદિગ્ધ વાહનની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની સૂચના મળ્યા પછી સુરક્ષાકર્મી ગાડીની તપાસ કરી. મુંબઈ પોલીસના પીઆરઓએ જણાવ્યું કે એક સંદિગ્ધ વાહનની જાણકારી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષાકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગાડીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં જિલેટિનના છરા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે વિસ્ફોટક વાહનમાં રાખેલા હતા. ઘટનાસ્થળ પર ડોગ સ્ક્વોડને મોકલવામાં આવ્યા હતા. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ ઘટનાની તપાસ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે એટીએસની ટીમ પણ પહોંચી ગઈ હતી. એટીએસ આતંકી એેંગલ પર તપાસ કરી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!