સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આદર્શ લગ્ન યોજાયા

0

જૂનાગઢમાં તા.૨૪ ફેબ્રુઆરીને બુધવારના રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફીસ મીરાનગર જૂનાગઢ ખાતે કડિયા કુંભારની દીકરી  સ્વાતિબેનના આદર્શ લગ્ન રંગેચંગે તેમજ ધામધૂમથી કરાવી તેમને આશરે ૫૦ જેટલી વસ્તુઓ તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે ૧૦ વસ્તુ જીવન જરૂરિયાતની આપીને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, સેવાયજ્ઞના પ્રણેતા જયેશભાઇ ઉપાધ્યાય, મેણદભાઈ ડાંગર, રમેશભાઈ મહેતા, ધર્મેશભાઈ રાજ્યગુરૂ, રમેશભાઈ શેઠ, સિનિયર સિટીઝન મંડળના પ્રમુખશ્રી માંકડ, ગીરીશભાઈ મશરૂ, સર્વે મહાનુભાવો ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદ આપેલ હતા. જેમાંં અરવિંદભાઈ મારડિયા, અલ્પેશ પરમાર, પ્રવીણભાઈ જાેશી, કમલેશ ટાંક, મનોજ સાવલિયાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews