અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે વધારે એક બેઠક જીતી, સંખ્યાબળ ૧૬૦ થયું

0

૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૯ બેઠક જીતી હતી. જાેકે, એક બેઠક પર એક રાઉન્ડના મત ન ગણાયા હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચ તરફથી હવે વધુ એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ કાૅંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર એ આવી રહ્યા છે કે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. આવું ન કરવામાં આવે તો કેટલાક કાઉન્સિલરો પક્ષ છોડી શકે છે. મળતી માહિતી પ્રમાણે કુબેરનગરની એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ચૂંટણી પંચ તરફથી કુબેરનગરના ગીતાબા જાડેજાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપનું કુલ સંખ્યાબળ ૧૬૦ થયું છે. જ્યારે કોંગ્રેસની એક બેઠક ઘટી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!