ઉનામાં બે વર્ષ પહેલા થયેલ દાગીનાની લૂંટના વધુ ૨ આરોપીઓ ઝડપાયા

0

ઉના તાલુકામાં બે વર્ષ પહેલા થયેલ સોના-ચાંદીના લૂંટના ગુનાના બે વધુ આરોપીને પોલીસે પકડી પાડેલ છે અને બન્નેની એક દિવસની રીમાન્ડ મંજુર થઈ છે. ઉના તાલુકાના રેવદ ગામે ૨૦૧૯માં સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હતી. જેને ઉના પોલીસે ગત તા.૨૧ના રોજ ટાવરચોક પાસેથી મૂળ રાજુલાના હાલ રેવદ રહેતો એક શખ્સ અને એક રાજુલાના શખ્સને પકડી તપાસ શરૂ કરી હતી અને તપાસનીસ અધિકારી રમેશભાઈ એન. રાજ્યગુરૂ અને સ્ટાફે પગેરૂ દબાવી વધુ બે આરોપી (૧) ઈરફાન ઉર્ફે ઈફુ હકીમભાઈ હાજીભાઈ જાડેજા જાતે મુસ્લિમ રે. રેવદ તા. ઉના (૨) ઈમ્તીયાઝભાઈ ઉર્ફે ઈરફાન ઉર્ફે સાકુ યુસુફભાઈ કમાલભાઈ રહે. સીમાસી તા. ગીરગઢડાવાળાને લૂંટના ગુનામાં સંડોવાયેલ હોય તેથી વધુ માહિતી માટે ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા ઉના કોર્ટએ એક દિવસની રીમાન્ડ મંજુર કરતા લૂંટ કરેલ સોનાના દાગીના કયાં છુપાવ્યા છે ? તે અંગે તપાસનીસ અધિકારી રાજ્યગુરૂ તપાસ કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!