કેશોદમાં પરિણીતા પાસે અનૈતિક માંગણી કરી ધમકી આપી

0

કેશોદનાં એરપોર્ટ રોડ ઉપર રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ડાંગર (ઉ.વ.ર૯) પોતાના દિકરા મહિપતને ટયુશન કલાસીસમાં મુકી ઘરે આવી રહયા હતાં ત્યારે પકા કારાભાઈ હડીયા રહે.કેશોદ પાછળથી ફોરવ્હીલ લઈ આવી ફરીયાદી પાસે આવી અને કારમાંથી નીચે ઉતરી ફરીયાદીનું હાથ પકડી તેના મોબાઈલ નંબર લખેલ ચીઠી આપી અનૈતિક માંગણી કરી ધમકી આપી તેમજ અગાઉ પણ ફરીયાદીનો પીછો કરી અને મોબાઈલ નંબર આપી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માંગરોળનાં થલી ગામે મંદિરમાંથી ચોરી
માંગરોળ તાલુકાનાં થલી ગામે આવેલ દાડમબાપાનાં મંદિરમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી રૂા.૭ હજારની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ પુનાભાઈ ભરડા (ઉ.વ.૩૩)એ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં હદપારી ભંગ બદલ ઝડપાયો
જૂનાગઢનાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ સવદાશભાઈ અને સ્ટાફે ગઈકાલે દોલતપરા નજીકથી અજીત ઉર્ફે મંત્રી આમદભાઈ નારેજા (ઉ.વ.ર૩) રહે.દોલતપરાના રામદેવપરા વિસ્તારમાં રહેતા આ શખ્સ કે જે જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ માસ માટે હદપાર હોય તેને હદપારી ભંગ બદલ ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews