વંથલી ખાતે ટેન્ડર પ્રશ્ને નગરપાલિકાનાં પ્રમુખે ધમકી આપી : સામ-સામી ફરીયાદ

0

વંથલી ખાતે નગરપાલિકાના માજી પ્રમુખ સામે ધમકી આપવા અંગેની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર યાસીનભાઈ હાજીહસન અગવાન (ઉ.વ.પ૦) રહે.વંથલી ઝંડાચોકવાળાએ વંથલી નગરપાલિકાનાં માજી પ્રમુખ સિરાજ હારૂન વાજા તથા મોહસીન હારૂન કચરા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓ ફરીયાદીની ઓફીસમાં આવી વાંધા અરજી હોવા છતાં કેમ ટેન્ડર ખોલો છો તેમ કહી બિભત્સ શબ્દો કહેલ કેમ નોટીસ અપાવેલ છે કે તેવા આક્ષેપો કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે. તો સામે પક્ષે સીરાજભાઈ હારૂનભાઈ વાજા (ઉ.વ.૪૧)એ યાસીન હાજી હશન અગવાન વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી નગરપાલિકાએ ગયા હતાં ત્યારે આરોપીએ ફરીયાદીને કહેલ કે આરટીઆઈ અરજી પાછી ખેંચી લેજે નહીંતર તને જાનથી મરાવી નાંખીશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!