મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવું મારી મજબુરી : ઉધ્ધવ ઠાકરે

0

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગું કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, ‘રાજ્યમાં ફરી લોકડાઉન લાગું થાય એવું હું ઈચ્છતો નથી, પરંતુ મજબૂરી પણ એક કારણ હોય છે. આમ છતાં, ઠાકરેએ જનતાને ખાતરી આપી છે કે પોતે કોરોના વાયરસના કેસોની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યમાં ફરી લોકડાઉન ટાળવું હોય તો લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-૧૯ નિયમોનું પાલન કરે. મુંબઈમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા ૧,૦૫૧ કેસ નોંધાયા હતા અને પાંચ વ્યકિતનાં મૃત્યુ થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews