ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન ઉપર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જાેકે પીએમ મોદીએ ગઈકાલે આજ વેક્સિન મુકાવી છે ત્યારે તેના ઉપર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, કદાચ વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને ખાતરી આપી હશે કે હવે કોવેક્સિન લગાવવામાં કોઈ જાેખમ નથી અને એટલે જ પીએમ મોદીએ હવે રસી મુકાવી છે. જાેકે ચૌધરીએ કહ્યું હતું કે, અમે કોવેક્સિન અંગે અમારા તરફથી કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. સરકારી કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના રિપોર્ટમાં કોવેક્સિન અંગે સવાલ ઉઠાવાયો હતો. દિલ્હીમાં એક ડોક્ટરે તેને નકારી પણ કાઢી હતી. હવે કદાચ વૈજ્ઞાનિકોએ કહ્યું હશે કે, વેક્સિનથી હવે કોઈ ખતરો નથી એટલે પીએમ મોદીએ વેક્સિન લીધી હતી. અમારી પાર્ટીના કોઈ નેતાએ કે સાંસદે એમ પણ કહ્યું નથી કે, અમારે પહેલી વેક્સિન લેવી જરૂરી છે અથવા તો અમને પહેલા બચાવો. આ પહેલા કોંગ્રેસના બીજા નેતાઓ મનિષ તિવારી અને શશી થરૂરે પણ વેક્સિન ઉપર સવાલો ઉઠાવ્યા હતા. થરૂરે કહ્યું હતું કે, કોવેક્સિનને તો ત્રીજી ટ્રાયલ વગર જ ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews