ગીર-સોમનાથ જિલ્લામાં ૬૦ કે તેથી વધુ વર્ષના ૧૬૧ વ્યક્તિને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

0

સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં કોવિશિલ્ડ વેકસીનનો બીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૫ આરોગ્ય કર્મચારીને પ્રથમ ડોઝ, ૩૭ કર્મચારીઓને બીજાે ડોઝ, તાલાળા તાલુકામાં ૯ આરોગ્ય કર્મચારીને બીજાે ડોઝ, કોડીનાર તાલુકામાં ૫ આરોગ્ય કર્મચારીને બીજાે ડોઝ અને ગીરગઢડા તાલુકામાં ૬ આરોગ્ય કર્મચારીને બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. વેરાવળ તાલુકાના ૧૪ ફ્રન્ટલાઈન કોરોના ર્વોરિયસને પ્રથમ ડોઝ, ૩૭ ફન્ટ લાઈન કોરોના ર્વોરિયસને બીજાે ડોઝ, કોડીનાર તાલુકાના ૧ ફન્ટ લાઈન કોરોના ર્વોરિયસને બીજાે ડોઝ, ૪૫ થી ૬૦ વર્ષના વેરાવળ તાલુકાના ૮૧ લોકોને પ્રથમ ડોઝ, કોડીનાર તાલુકામાં ૩ લોકોને, ઉના તાલુકામાં ૨૩ લોકોને જ્યારે ગીરગઢડામાં ૧ વ્યક્તિને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ૬૦ વર્ષથી વધુ વયના વેરાવળ તાલુકામાં ૩ લોકોને, તાલાળા તાલુકામાં ૨૪ લોકોને, સુત્રાપાડા તાલુકામાં ૧૦૦ લોકોને, કોડીનાર તાલુકામાં ૧૮ લોકોને, ઉના તાલુકામાં ૧૫ લોકોને જ્યારે ગીરગઢડા તાલુકામાં ૧ મળી કુલ ૧૬૧ વ્યક્તિને વેકસિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો તેમ આર.સી.એચ.ઓ.ડો.ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!