જૂનાગઢ શહેરમાં આવેલી બહાઉદીન કોલેજ ખાતે આજે સવારથી ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયાં પક્ષનો વિજય થશે તે જાણવાની લોકોમાં ઈંતેજારી જાેવા મળી રહી છે. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ અને વિવિધ ૯ તાલુકા પંચાયત પૈકી જૂનાગઢ તાલુકા પંચાયતની થયેલ ચૂંટણીની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે અને પરિણામો બહાર આવી રહયા છે.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧ બેઠક બીનહરીફ થતાં કુલ ર૯ બેઠક અને જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પંચાયતોની ગત રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે સવારે મતગણતરી સેન્ટરો ઉપરથી મતગણતરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ખાતે બહાઉદીન કોલેજ ખાતે આજે સવારે જૂનાગઢ નાયબ ચૂંટણી અધિકારી તેમજ જીલ્લા વહીવટીતંત્રનાં પદાધિકારીઓ, ઉમેદવારોનાં ટેકેદારો અને મતગણતરી કાર્યમાં રોકાયેલા સ્ટાફની ઉપસ્થિતિમાં આજે નિર્ધારીત સમયે મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મતગણતરી શરૂ થવાનાં સમયે બહાઉદીન કોલેજનાં આસપાસનાં વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની બેઠકોનું આજે પરિણામ જાહેર થવાનું હોય જેને લઈને રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદારો અને ટેકેદારોને આ પરિણામ જાણવાની ભારે ઈંતેજારી હતી. નિર્ધારીત સમયે મતગણતરી કાર્ય શરૂ થતા જ ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ બેઠક કબજે કરી અને જીતનું ખાતું ખોલાવ્યું હતું. જૂનાગઢ તાલુકા પંચાયતની બગડુ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવારનો વિજય થયો હતો. આ બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારને ૧૦૪પ મત, ભાજપનાં ઉમેદવારને ૧૬૩૦ મત અને નોટા ૭૭ મત ફાળવવામાં આવ્યા હતાં. આમ બગડુ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનાં ઉમેદવારની જીત થઈ હતી. મતગણતરી કાર્ય જેમ-જેમ આગળ ધપી રહયું છે તેમ-તેમ પરિણામો જાહેર થઈ રહયા છે. દરમ્યાન જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં વિલાશબેન કિશોરભાઈ વાળાનો પાંચ મતે વિજય થયો હતો. આમ તાલુકા પંચાયતમાં આમ આદમીની પાર્ટીએ ખાતુ ખોલાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews